Home> India
Advertisement
Prev
Next

ખુબ જ નિર્દયતાથી કરાઈ હતી અંકિત શર્માની હત્યા, હત્યારા સલમાનના ખુલાસાથી લોહી ઉકળી જશે

આઈબીના કર્મચારી અંકિત શર્માની હત્યાના આરોપી સલમાનની ધરપકડ થયા બાદ પોલીસે કરેલી પૂછપરછમાં તેણે અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સલમાને પોલીસને જણાવ્યું કે તે લોકો કેવી રીતે અંકિતને ઢસડીને તાહિર હુસૈનના ઘરમાં લઈ ગયા હતાં અને પછી નિર્દયતાપૂર્વક તેની હત્યા કરી નાખી હતી. 

ખુબ જ નિર્દયતાથી કરાઈ હતી અંકિત શર્માની હત્યા, હત્યારા સલમાનના ખુલાસાથી લોહી ઉકળી જશે

નવી દિલ્હી: આઈબીના કર્મચારી અંકિત શર્માની હત્યાના આરોપી સલમાનની ધરપકડ થયા બાદ પોલીસે કરેલી પૂછપરછમાં તેણે અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સલમાને પોલીસને જણાવ્યું કે તે લોકો કેવી રીતે અંકિતને ઢસડીને તાહિર હુસૈનના ઘરમાં લઈ ગયા હતાં અને પછી નિર્દયતાપૂર્વક તેની હત્યા કરી નાખી હતી. 

fallbacks

કોંગ્રેસમાં આખરે કોણ કરી રહ્યું છે રાહુલ ગાંધી જૂથને સફાચટ? જ્યોતિરાદિત્ય સિંધિયા પછી હવે આ નેતાનો વારો!

સલમાને જણાવ્યું કે હત્યા કરનારા તમામ લોકોને ખબર હતી કે અંકિત IBમાં કામ કરતો હતો. એક કાવતરા હેઠળ તેની હત્યા થઈ. પહેલા અંકિતને ઢસડીને તાહિર હુસૈનના ઘરે લઈ જવાયો અને ત્યારબાદ અંકિત પર એક ડઝનથી વધુ લોકોએ ચાકૂથી વાર કર્યો. સલમાને જણાવ્યું કે તેણે પોતે અંકિતના શરીર પર લગભગ 14 ઘા ઝીંક્યા હતાં. અંકિતને ખુબ ક્રુરતાથી અને તડપાવી તડપાવીને માર્યો અને પછી અમે અંકિતના મોત બાદ તેના મૃતદેહને નાળામાં  ફેંકી દીધો હતો. 

અત્રે જણાવવાનું કે અંકિતની હત્યાના મામલે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ગુરુવારે સલમાનની ધરપકડ કરી હતી. પોલીસે સલમાનને દિલ્હીના સુંદરનગર વિસ્તારમાંથી પકડ્યો હતો. સલમાનના પાંચ નામ છે. સલમાન ઉર્ફે મોમિન ઉર્ફે હસીન ઉર્ફે મુલ્લા ઉર્ફે નન્હે.

કોંગ્રેસના આ દિગ્ગજ યુવા નેતા સિંધિયાને અનુસરશે? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી રાજકીય ગરમાવો

અંકિતની હત્યા એટલી નિર્દયતાથી કરવામાં આવી હતી કે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ જાહેર થયું હતું. અંકિતના આખા શરીર પર ચાકૂના ઘા ઝીંકવામાં આવ્યાં હતાં. અંકિત પર લગભગ 400 જેટલા ઘા જોવા મળ્યા હતાં. શરીરનો કોઈ ભાગ બાકી રહ્યો નહતો. ચાકૂના હુમલાથી અંકિતના આંતરડા પણ બહાર આવી ગયા હતાં. અંકિત શર્માનું પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરોએ પણ કહ્યું કે તેમણે આજ સુધી કોઈના શરીર પર આટલા ઘા જોયા નથી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે અંકિત શર્માનો મૃતદેહ 26 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના ચાંદબાગ વિસ્તારમાં નાળામાંથી મળી આવ્યો હતો. તે સમયે અંકિતના પરિવારે આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન વિરુદ્ધ અંકિતની હત્યાની એફઆઈઆર નોંધાવી હતી. અંકિતના પિતાએ એફઆઈઆરમાં લખાવ્યું હતું કે ઓળખ છૂપાવવા માટે મારા પુત્ર અંકિતના ચહેરાને બાળી મૂકાયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More